(*) “Action” બટન ઉપર ક્લિક કરી “Quick Admission” પર જવું. જેથી પ્રવેશ ફોર્મ ખુલશે.
(*) તમામ વિગતો ભરી, ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ Submit કરવું.
(*) Submit કર્યા બાદ ફરીથી હોમ પેજ જોવા મળશે. જેમાં ફરીથી “Action” બટન ઉપર ક્લિક કરી “Print Admission Data” ઉપર ક્લિક કરી પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવું. તેમજ “Print Fees Challan” ઉપર ક્લિક કરી ફીનું ચલણ ડાઉનલોડ કરવું.
(*) પ્રવેશ ફોર્મ અને ફીનું ચલણ પ્રિન્ટ કરી લેવું.
(*) ફીના ચલણને આધારે નજીકની કોલેજ બેન્ક ની શાખામાં જઈ ફી ભરી દેવી.(અગર તમારી કૉલેજ માં આવી વ્યવસ્થા કરેલી હોય તો, અન્યથા કોલેજ નો સંપર્ક કરી લેવો ફી માટે.)
(*) ફીના ચલણમાં ત્રણ ભાગ હોય છે. જેમાં એક ભાગ બેન્ક રાખશે. બીજો ભાગ વિદ્યાર્થીએ રાખવાનો રહેશે જ્યારે ત્રીજો ભાગ પ્રવેશફોર્મ સાથે જોડાવાનો રહેશે.
(*) પ્રવેશ ફોર્મ, ભરેલ ફીનું ચલણ તેમજ કોલેજની વેબસાઇટ ઉપર દર્શાવેલા દસ્તાવેજોની નકલો સાથે તૈયાર રાખવું. કોલેજ દ્વારા જણાવવામાં આવે ત્યારે ચકાસણી અર્થે લાવવાનું તેમજ જમા કરાવવાનું રહેશે.
(*) દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે ...પ્રવેશ ફોર્મ ભર્યા બાદ કોલેજની ફી ઓનલાઈન ભરવાની રહેશે.
ઓનલાઈન ફી ભરવાની લિન્ક કોલેજ ની વેબ સાઇટ www.ccmcnccollege.org ઉપર મુકેલ છે. આ લિન્ક દ્વારા આપ નેટ બેંકીંગ / ડેબિટ-ક્રેડિટ કાર્ડ/ UPI વિગેરે માધ્યમોથી ઓનલાઈન ફી ભરી શકશો.
ફી ભર્યા બાદ ટ્રાન્જેક્ષનની વિગતની પ્રિન્ટ અવશ્ય મેળવી લેવી
નોંધ : ઓનલાઈન ફી ભરવા માંગતા વિદ્યાર્થીઓએ ફીનું ચલણ પ્રિન્ટ કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી પાસે ઓનલાઈન ફી ભરવાની સગવડ નથી તે ઉપરોક્ત ચલણ પ્રિન્ટ કરીને નજીકની SBI બેન્કની શાખામાં ફી ભરી શકશે.